Government of Gujarat
FRC

ગુજરાત સ્વ નિર્ભર શાળાઓ (ફીનું નિયમન) અધિનિયમન ૨૦૧૭ રાજ્યમાં તારીખ ૨૦/૦૪/૨૦૧૭ ના જાહેરનામાંથી અમલી બન્યું છે. ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ્ડ સ્કૂલ હેઠળના નિયમો એટલે કે, ગુજરાત સેલ્ફ ફાઇનાન્સ્ડ સ્કૂલ (રેગ્યુલેશન ઓફ ફીઝ)રૂલ્સ ૨૦૧૭ તારીખ ૨૫/૦૪/૨૦૧૭થી અમલી બનેલ છે.
સમિતિ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ ફી કરતાં વધુ ફી વસૂલ લીધી હશે તો સરભર કે પરત કરવાની રહેશે.
આ અધિનયમ હેઠળ ગુજરાત રાજ્યની ધરા ઉપર આવેલી દરેક સ્વ-નિર્ભર શાળાઓને લાગુ પડે છે. રાજ્યમાં આવેલ ગુજરાત બોર્ડ/ CBSE બોર્ડ, ઈન્ટરનેશનલ બોર્ડ કે અન્ય કોઇપણ બોર્ડ સાથે જોડાણ ધરાવતી/રજીસ્ટ્રેશન ધરાવતી દરેક શાળઓને આ અધિનિયમની જોગવાઇ લાગુ પડશે.
આ અધિનિયમના કાર્યક્ષેત્રમાંથી માત્ર પ્લે ગ્રુપ, ઘોડિયાં ઘર, નર્સરી, સિનિયર કે.જી.ના વર્ગો ચલાવતી સંસ્થાને મુક્તિ મળે છે પરંતુ જો આવી પૂર્વ પ્રાથમિક શાળા જો કોઇ મુખ્ય શાળા સાથે કોઇપણ પ્રકારે જોડાયેલ હશે તેને આ અધિનિયમની જોગવાઇમાંથી મુક્તિ મળી શકશે નહીં.
આ અધિનિયમ હેઠળ નીચે મુજબની ફીનો સમાવેશ કરવામાં આવેલ છે.
    *ટ્યુશન ફી*ટર્મ ફી*લાઇબ્રેરી ફી અને ડીપોઝીટ*લેબોરેટરી ફી અને ડીપોઝીટ *જીમખાના ફી*કોશન મની*પરીક્ષા ફી*પ્રવેશ ફી*યોગ અને શારીરિક શિક્ષણ ફી*અન્ય ફી
આ અધિનિયમનો અમલ વર્ષ ૨૦૧૭-૧૮ના શૈક્ષણિક વર્ષથી થશે.
કલમ ૩(૧) (૮) હેઠળ ફી નિયમન માટે સમિતિની રચના કરવાની જોગવાઇ છે. જેના અધ્યક્ષ તરીકે રીટાયર્ડ ડિસ્ટ્રીક્ટ જજ અથવા અગ્રસચિવથી નીચેના હોદ્દા ઉપર નિવૃત્ત થયેલ ન હોય તેવા I.A.S અધિકારી અથવા એડીશનલ D.G.P થી નીચેના હોદ્દા ઉપર નિયુક્ત ન થયા હોય તેવા I.P.S. અધિકારી રહેશે. જ્યારે સભ્ય તરીક ૧. સરકારી નિયુક્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ૨. સરકારી નિયુક્ત એન્જીનીયર/ગર્વમેન્ટ એપ્રુવડ વેલ્યુઅર ૩.સ્વ-નિર્ભર શાળાના પ્રતિનિધિ ૪. જાણીતા શિક્ષણ શાસ્ત્રી સભ્ય તરીકે ફરજો બજાવશે. જીલ્લા શિક્ષણાધિકારી/જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને સમિતિના કો- ઓર્ડિનેટર તરીકે ફરજો બજાવશે.
ફી નિયમન સમિતિની રચના રાજ્યમાં ૪ જગ્યાએ એટલે કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતે કરવામાં આવેલ છે.
આ અધિનિયમની કલમ ૮(૩) અન્વયે ફી નિયમન સમિતિ સીવીલ પ્રોસીજર કોડ હેઠળ સીવીલ કોર્ટ જેવી સત્તાઓ ધરાવશે. એટલેકે, (૧) કોઇપણ સાક્ષીને તપાસી શકશે, કોઇપણ દસ્તાવેજ મંગાવી શકશે, સોગંદનામા ઉપર પુરાવા મેળવી શકશે. તથા સાક્ષીઓની તપાસણી માટે હુકમ કરી શકશે.
અધિનિયમની કલમ ૮(૨) હેઠળ નીચેની સત્તાઓ ધરાવે છે.
  • ૮(૧) (A) દરેક સ્વ-નિર્ભર શાળાઓના દસ્તાવેજો હિસાબો, ઠરાવ તે સમયે મર્યાદામાં મેળવી ચકાસણી કરી શકશે.
  • (B) સ્વ-નિર્ભર શાળાઓ નફાખોરી કરે છે કે કેમ અથવા વધુ પડતી ફી વસૂલ કરે છે કે કેમ તે ચકાસણી કરી શકશે.
  • (C) શાળાઓએ વસૂલેલી ફી યોગ્ય છે કે કે તેની યોગ્ય ચકાસણી કરી શકશે.
  • (D) ગુજરાત બોર્ડ CBSE/IB કે અન્ય કોઇપણ બોર્ડ સાથે જોડાયેલ કોઇપણ શાળા સૂચનાઓનું પાલન કરે છે કે કેમ તેની અપીલ કરી શકશે.
  • (E) વધુ પડતી ફી વસૂલ કરવાના કિસ્સામાં ફરીયાદો સાંભળી શકશે અથવા તો આપ મેળે કાર્યવાહી શરૂ કરી શકશે.
  • (F) ફી નિયમન કરશે અને આ કાયદા હેઠળ શિક્ષા પણ નક્કી કરી શકશે.
  • (G) વધુ ફી ઉધરાવવાની બાબતે જે તે બોર્ડને સરકારી પગલાં લેવાં ભલામણ કરી શકશે.
ફી નિયમન સમિતિ સમક્ષ ઉપસ્થિત રહેવામાંથી એવી સ્વ નિર્ભર શાળાઓને મુક્તિ મળશે કે જે શાળાઓની ફી સરકારશ્રીના જાહેરનામાથી નિયત થયેલ ફી કરતા ઓછી હોય.અલબત્ત,આવી શાળાઓએ તે મતલબની એફીડેવીટ કરવાની રહેશે.
નીચેના પરીબળો ધ્યાનમાં લઇ ફી નિયમન સમિતિ સ્વ-નિર્ભર શાળાઓની ફી નક્કી કરશે-
  • *સ્વ-નિર્ભર શાળાઓનો વિસ્તાર*શાળાની સ્થાપનામાં થયેલ રોકાણ
  • *ગુણવત્તાસભર શિક્ષણ માટે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવેલ સવલતો અને વેબસાઇટ અને માહિતીપત્રકમાં આપેલ વિગતો પ્રમાણેની સવલતો
  • *વહીવટી ખર્ચા, સેવાની જાળવણી
  • *એન.આર.આઇ. તરફથી મળેલ વધારાનું ફંડ અને સરકારશ્રી તરફ્થી ફીમાં મળેલ રાહતો અને સરકારશ્રી તરફ્થી મળેલ યોજનાકીય સહાય
  • *વિદ્યાર્થીઓનું સંખ્યાબળ *શાળા દ્વારા ચલાવવામા આવતા અભ્યાસ્ક્રમો અને શાળાના વર્ગો
  • *શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની લાયકાત, તેમનો પગાર-મહેનતાણુ, વાર્ષિક ઇજાફાની રકમો
  • *શાળાની કુલ આવક અને શાળા દ્વારા વિદ્યાર્થીઓ પર કરવામાં આવતો ખર્ચ સહીત નફાની વિગતો
  • *શાળાના વિકાસ,શિક્ષણ અને અને શાળાના વિસ્તરણના હેતુ માટે વધારાની આવક
  • *એવી અન્ય બાબત જે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે
કોઇ શાળા કે તેના વતી એડમીશન અંગે કોઇપણ નામ હેઠળ ડોનેશન કે કેપીટેશન ફી ઉઘરાવી શકશે નહી.
જો કોઇ વાલી કે પાલક સ્વૈચ્છિક રીતે ડોનેશન/કેપીટેશન ફી ચૂકવે તો તેણે સબંધિત ફી નિયમન સમિતિને એફીડેવીટ પર આવી ચુકવણીની વિગતો સાથે જાણ કરવાની રહેશે, પરંતુ આવું ડોનેશન એડમીશન માટે હોવું જોઇએ નહિં.
શાળાએ ફ્કત એક જ (Open and operate only one bank account) બેંક એકાઉન્ટ ખોલવાનો રહેશે. વાલીઓએ સબંધિત શાળાના બેંક એકાઉન્ટમાં ફી ભરવાની રહેશે.
આ અધિનિયમ હેઠળ ફી નિયમન સમિતિ સમક્ષ ફી નિર્ધારણ માટે અરજી કરતી વેળા રૂ.૧૦૦૦/-અને ફી રીવીઝન સમિતિ સમક્ષ અરજી કરતી વખતે રૂ.૧૦,૦૦૦/-પ્રોસેસ ફી ભરવી પડશે
  • અમદાવાદ-કર્મયોગી ભવન, બ્લોક-1, બી-2/6 માળ, સેક્ટર-10, ગાંધીનગર.
  • રાજકોટ -જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ત્રિકોણબાગ પાસે, રાજકોટ-૩૬૦૦૦૧
  • સુરત-AD-102, એડમીનીસ્ટ્રેટીવ બીલ્ડીંગ, ડીગ્રી એન્જીનીયરીંગ કોલેજ,મજુરાગેટ, સુરત.
  • વડોદરા-જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૦૧.
કેટેગરી                ફી ની રકમ
  • ૧.પુર્વ-પ્રાથમિક અને પ્રાથમિક શાળાઓ    રૂ.૧૫,૦૦૦
  • ૨. માધ્યમિક અને ઉ.મા.શાળાઓ(સા.પ્ર.)    રૂ.૨૫,૦૦૦
  • ૩. ઉ.મા.શાળાઓ(વિ.પ્ર.)         રૂ.૨૭,૦૦૦
ફી રીવીઝન કમિટીમાં નીચેના સભ્યશ્રીઓ રહેશે-
  • ૧.સરકારશ્રીએ નામનિયુક્ત કરવાના હાઇકોર્ટના નિવ્રુત જજ, સમિતિના અધ્યક્ષશ્રી રહેશે.
  • ૨.ગુજરાત સરકારના સચિવ, શિક્ષણ વિભાગ
  • ૩ ગુજરાત સરકારના સચિવ, નાણા વિભાગ
  • ૪.સચિવ,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અથવા યથાપ્રસંગ નિયામક,પ્રાથમિક શિક્ષણ
  • ૫.સરકારે નામનિયુક્ત કરવાના સ્વ-નિર્ભર શાળાના વ્યવસ્થાપક મંડળમાંથી એક પ્રતિનિધિ
  • ૬. સરકારે નામનિયુક્ત કરવાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
ત્રણ વર્ષ માટે શાળા પાસેથી લેવાની થતી કુલ ફી અને શાળાએ કોઇ ક્ષતિ કરી હોય તો તે અંગેની પેનલ્ટીની વિગતોનો સ્પષ્ટ ઉલ્લેખ હુકમમાં હશે.
ઝોન વાર નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે-
ક્રમ ઝોનનું નામ સમિતિનું મુખ્ય મથક ફળવાયેલા જિલ્લા
ફી નિયમન સમિતિ, અમદાવાદ ઝોન અમદાવાદ અમદાવાદ શહેર ,અમદાવાદ જિલ્લો (રૂરલ) , ગાંધીનગર, મહેસાણા, પાટણ ,સાબરકાંઠા,બનાસકાંઠા, અરવલ્લી ,બોટાદ , કચ્છ
ફી નિયમન સમિતિ, વડોદરા ઝોન વડોદરા વડોદરા ,ખેડા ,આણંદ , મહિસાગર,પંચમહાલ , દાહોદ ,છોટાઉદેપુર
ફી નિયમન સમિતિ, રાજકોટ ઝોન રાજકોટ રાજકોટ,સુરેન્દ્રનગર,જુનાગઢ , ગિરસોમનાથ , જામનગર , દેવભુમિ દ્વારકા, અમરેલી, પોરબંદર,ભાવનગર ,મોરબી
ફી નિયમન સમિતિ, સુરત ઝોન સુરત સુરત ,વલસાડ , તાપી , નર્મદા,ડાંગ , ભરૂચ,નવસારી